ગંધર્વ-વિવાહ. - 6

(136)
  • 11.9k
  • 4
  • 5k

 પ્રકરણ-૬.  પ્રવીણ પીઠડીયા.               અંકુશ રાજડા અને વનરાજ સોલંકીએ બાપ જન્મારે કોઈ દિ’ આવું ભયાવહ દ્રશ્ય નહી જોયું હોય. તે બન્ને પથ્થરનાં કોઈ બૂતની જેમ ફાટી આંખોએ મંદિરમાંથી બહાર આવતા શખ્સને જોઈને ઉંડી, અંધારી ખીણમાં ધકેલાઈ ગયા હોય એમ સ્તબ્ધ બની ગયા હતા. તેમની છાતીની અંદર ધબકતું હદય એટલા જોરથી પાસળીઓ સાથે અથડાતું હતું કે હમણાં જ છાતી ફાટી પડશે અને હદય પાસળીઓ તોડીને બહાર નીકળી આવશે એવું લાગતું હતું. એથી મોટી હેરાની તો એ વાતની હતી કે એકાએક જ મંદિરનાં પરીસરનો માહોલ ભયાવહ બન્યો હતો. ટેકરી ઉપર વહેતા પવનને જાણે કોઈએ પોતાની જંગી