ડોલીની આત્મા

  • 3.3k
  • 1.3k

ડોલીની આત્મા મુંબઇમાં જૂન મહિનાની મધ્યમાં વરસાદ જામ્યો હતો. બોરીવલીમાં રહેતી દિપાલીનું મન આજે ખૂબ ઉદાસ હતું. બારીમાંથી વરસતા મૂશળધાર વરસાદને એ જોઇ રહી હતી. "કહું છું, આપણે અઠવાડિયા માટે પૂનામાં આપણા જૂના બંગલામાં રહેવા જઇએ તો? મને હવે મુંબઇમાં છેલ્લા એક મહિનાથી ખૂબ ઉદાસી લાગ્યા કરે છે." દિપાલીએ પોતાના પતિ નચિકેતને કહ્યું હતું. "મને પણ એ બંગલામાં જઇને રહેવાની ખૂબ ઇચ્છા થાય છે પણ સાત વરસ એ બંગલામાં રહેતા ભાડુઆત એવું કહીને બંગલો ખાલી કરીને ગયો હતો કે આમાં કોઇ આત્માનો વાસ છે માટે સાત વરસથી એ બંગલો ભાડે પણ ગયો નથી અને મને પણ ત્યાં રહેવા જવાની