રાજકારણની રાણી - ૬૩

(53)
  • 4.6k
  • 2
  • 2.5k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૩શું સુજાતાબેનને મારા કરતાં ધારેશ પર વધારે વિશ્વાસ છે? એવો પ્રશ્ન જનાર્દનના મનમાં થયો. ધારેશને સુજાતાબેનની સૂચના એકાંતમાં વાત કરવાની હશે એટલે જ એ બીજા રૂમમાં જતો રહ્યો. બાકી એ મારી રૂબરૂમાં જ એમની સાથે વાત કરવાનો હતો. નહીંતર એણે મને કહ્યું જ ના હોત કે સુજાતાબેનનો ફોન છે. ધારેશ ભોળો લાગે છે પણ કંઇ કહી શકાય નહીં. એમની અંગત જીવનની ખાનગી વાત હશે? કે પછી રાજકીય હલચલ વિશે કોઇ ગંભીર વાત કરવાની હશે? જેવા પ્રશ્નોથી જનાર્દન પોતે જ ગૂંગળાયો. તે સહેજ લટાર મારવા હોટલના રૂમમાંથી બહાર આવ્યો.તેણે નીચે નજર નાખી તો કેટલાય લોકો