ગોમતીનો એકરાર... ગૌરવનો પ્યાર... ️️

  • 5.1k
  • 1.7k

જંગલ અડાબીડ હતું,એ રસ્તે કાયમ પસાર થવાનું.ક્યારેક જંગલી પ્રાણીઓ રસ્તે જોવા મળે. ક્યારેક ઝેરી સાપ.પરંતુ તે સૌ સૌના શિકાર માટે આમથી તેમ અટવાતાં ગૌરવ જોતો. પણ ક્યારેય તે તેમને પત્થર કે વાંસની સોટી પણ ના અડાડતો સીધો સાદો ગૌરવને એ રસ્તે નોકરીએ જવાનો સિલસિલો હતો.વચ્ચે નાનાં મોટાં ગામડામાં ડુંગરાની કંદરામાંથી વહેતી નદી ઝરણાંનો ખળખળ નાદ એકલતાને વધુ ભયાનક બનાવતો ગૌરવ દૃશ્ય નિહાળતો.દરરોજ પચાસ કિલોમીટર જવું પચાસ કિલોમીટર આવવું થાકી જતો. રસ્તે ક્યારેક કોઈ તેનો સંગાથ હોય તો બાઈક ઉભું રાખી ડુંગર વચ્ચે નદીમાં બાંધેલો બંધ જોવા તે થોભતો.તેને આ સ્થળ ખુબ ગમતું.ગીરી કંદરામાં તેને એકલું એકલું