શ્રાપિત કન્યા

(13)
  • 4.4k
  • 1
  • 1.5k

આજે ગઢને કાંગરે કાંગરે તોરણ બંધાણા છે, ચોક માં રંગોની અને ધાનની રંગોળી રચાણી છે, ચારે બાજુ કેવડા અને અતર ફોરી રહ્યા છે, લોકો જાણે છે ઘડી ની રાહ જોતા હતા એ આવી પહોંચી છે, આજે કુંવરસા ની તમામ મનોકામનાઓ પૂર્ણ થવાની છે, લગ્નના ૨૫ વર્ષે અને એમની બીજી મહારાણી તેજમતી ને પ્રસવ પીડા શરૂ થઈ ગઈ છે. એ પીડા એ જાણે આખાય ગઢની પીડા હરી લીધી હતી.. આજે કુંવરસા નો વારસ આવશે અને ગઢ અને ગઢ ની પ્રજા ને નવો કુંવર મળશે એવી ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે....પણ કુલગુરુ ના જીવને ક્યાંય શાંતિ નથી... આટલાં વર્ષો નું વાંઝીયા