નિહારિકા

(27)
  • 4.2k
  • 1
  • 1.5k

નિહારિકા નિહારિકા બે બેગ ભરીને ઘર છોડી ગઈ. મા બાપના ઘરે. પણ બે મહિનામાં એક અહેસાસ થવા લાગ્યો કે જો એ વધારે સમય અહીં રહેશે તો માબાપ અને વ્હાલૂડા ભાઈના જીવનમાં પ્રશ્નો સર્જાશે. ભાઈ ભાભી ખૂબ પ્રેમાળ હતા. પણ સાંકડા ઘરમાં બધાનો સમાવેશ પ્રશ્નો સર્જવાની શકયતા ધરાવતો હતો. એ પોતે સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર હતી. આખરે એણે માંને વાત કરી અને નજીકમાં એક નાનકડું ઘર લઈ દીધું. એનું ઘર, એની ધ્રુવા નું ઘર. ધ્રુવા, એની પાંચ વર્ષની દીકરી. પરાણે વ્હાલી લાગે એવી મીઠડી.