ઘર - (ભાગ-1)

(24)
  • 6.4k
  • 3.5k

ઘરએક ટેક્ષી લીમડાલાઈનમાં છેલ્લે આવેલ ઘરનાં દરવાજા પાસે ઉભી રહી.તેમાંથી એક દંપતી ઉતર્યું.ઘરનો દરવાજો ખોલી તેઓ ઘરની અંદર આવ્યાં. દરવાજો ખોલતાં જ વચ્ચે ચાલવા માટે રસ્તો હતો અને બંને બાજુ અવનવાં ફૂલોની લાંબી ક્યારીઓ હતી. તેની એક તરફ ઘણી જાતનાં ફૂલો અને વૃક્ષો હતાં અને તે જ બાજું આગળની તરફ સામસામે બે હીંચકાઓ ગોઠવેલા હતાં.જ્યારે બીજી બાજુ એક મોટો સ્વિમિંગપુલ હતો. તેની બાજુમાં એક નાનું ગોળ ટેબલ હતું,જેની ફરતે ત્રણ ખુરશીઓ ગોઠવાયેલ હતી. ત્રણેય ખુરશીઓમાં સ્કેચપેનથી જીણા અક્ષરે કોઇકે લખેલું હતું. પહેલી ખુરશી પર લખેલું હતું ‘કુલ ડેડ’, બીજી ખુરશી પર લખેલું હતું ‘સ્વીટ મમ્મા’અને ત્રીજી ખુરશી પર લખેલું હતું