છૂટેલો સંબંધ...

(35)
  • 3.9k
  • 1
  • 1.2k

છૂટેલો સંબંધ..શહેરના મધ્યમાં આવેલા એક પ્રખ્યાત બગીચાની લાફીંગ કલબમાં આજે વાતવાતમાં જ એક એવો વિષય નીકળ્યો કે જેણે એક જ ઝાટકે તમને પચાસ વર્ષ પાછળ ધકેલી દીધા નિમેષ. રોજની જેમ જ તમે આજે પરોઢિયે સાડા પાંચના ટકોરે તમારા ઘરની નજીક આવેલા પરિમલ ગાર્ડનમાં પહોંચી ગયા હતા નિમેષ. નવેમ્બર મહિનાની આહ્લાદક સવાર હતી. પ્રમાણમાં આજે રોજ કરતા થોડી વધુ ઠંડી હતી, તોય.. તન મનમાં આવેલી આળસ ખંખેરીને જોગિંગ સુટની અંદર થર્મલ ચઢાવીને સમયના આગ્રહી એવા તમે બરાબર સાડા પાંચના ટકોરે ગાર્ડનના એ ખૂણામાં તમારી યોગા મેટ પાથરતા હતા જ્યાં રોજ સવારે તમારા જેવા જ શરીરથી વૃદ્ધ પણ મનથી સદા જુવાન એવા સ્ત્રી-પુરુષો