ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે આલોક અને નીયા વચ્ચે વોટ્સએપ પર ચેટિંગ થાય છે અને નીયાનાં ઘરે વર્ષો બાદ અભિજીતભાઈ અને હેત્વિબહેન આવવાનાં હોય છે જેથી નીયા ખુશ હોય છે પણ પોતાનો આલુ તેને યાદ આવતા તે દુઃખી થઈ જાય છે. બીજે દિવસે જ્યારે અભિજીતભાઈ અને હેત્વિબહેન નીયાનાં ઘરે આવે છે ત્યારે તેની સાથે તે કારવાળો યુવાન આલોક પણ હોઇ છે જે પોતાને અભિજીતભાઈ અને હેત્વીબહેનનો દિકરો કહે છે. આ સાંભળતા નીયા બેહોંશ થઈ જાય છે,અનન્યા અને આલોક ઉપર નીયા પાસે રહે છે અને નીચે બધાં અભિજીતભાઈ અને હેત્વિબહેનને સવાલોથી ઘેરી લે છે