સવારે ઓફિસ માટે તૈયાર થઈ રહેલ અધીરાજના ફોન પર અજાણ્યા વોટ્સએપ નંબર પરથી ફોટા આવ્યા. આશ્ચર્યથી એણે ફોટા ખોલ્યા તો હોંશ ઉડી ગયા. તેનો ચહેરો લાલ પીળો થવા લાગ્યો. એ ફોટા એના અને મોનાના હતા જેમાં બંને એકબીજાની બાહોમાં હતા. ગુસ્સા અને ડર સાથે એણે એ નંબર પર કોલ કર્યો. "કોણ છે તું?હ...! શું જોય છે તારે? " અધિરાજે દાંત ભીંસતા કહ્યું. "જસ્ટ ચીલ મિસ્ટર મલ્હોત્રા. આટલો બધો ગુસ્સો સારો નહીં." સામે કનક અવાજ બદલીને વાત કરી રહી હતી. "ફોટા બીજે ક્યાંય લીક થવા જોઈએ નહીં... જોઈએ એટલા પૈસા હું આપીશ." "એતો તમે અમારા ઉપર છોડી દો. આ