લવ બાઇટ્સ - પ્રકરણ-66

(117)
  • 6.7k
  • 2
  • 3.8k

લવ બાઇટ્સપ્રકરણ-66 સ્તવનની સામે આશા જોઇ રહી હતી. આશાને લાગ્યું કે અઘોરીજીના અને માં મહાકાળીનાં દર્શન પછી સ્તવન કંઇક વિચારોમાં છે. યુવરાજસિંહે કહ્યું બધાએ અહીંજ રોકાવાનુ છે અને બે દિવસ આરામ મળશે. બધાં ખુશ થઇ ગયાં પણ સ્તવનને નાં સમજાય એવી અકળામણ હતી. એને આજે વેવીશાળ (વિવાહ) થયાંનો ખૂબ આનંદ હતો સાથે સાથે સ્તુતિએ આપેલી માળાનો ભેદ જાણીને વિચારમાં પડી ગયેલો. એને થયું સ્તુતિ પાસેથી બધી સાચી વાત જાણવી પડશે કે એની પાસે આ હાર કેવી રીતે આવ્યો ? સાંજનું જમવાનું પત્યાં પછી લલિતામાસીએ કહ્યું છોકરાઓ તમે સવારથી વિધીમાં અને કામમાંજ વ્યસ્ત રહ્યાં છો થાક્યા હશો અને એકનાં એક વાતાવરણમાં