જર્જરિત મહેલ - 1

(11)
  • 3.6k
  • 1.4k

ઐતિહાસિક રાજય‌ રાજસ્થાન અને રાજસ્થાન ના ઉદયપુર પાસે આવેલ શિવરાજગઢ નગર. પ્રાચીન સમયથી જ સમૃધ્ધ આ નગરની ભવ્યતા આજે પણ અકબંધ છે.ચારે તરફ લીલોતરીથી ઘેરાયેલું એક સુંદર નગર અને આ સુંદર નગર ની અંદર આવેલું એક એવું રહસ્ય શોધવા માટે ઘણા બધા લોકોએ પ્રયત્ન કરેલો પરંતુ આ રહસ્ય પરથી હજુ પણ પડદો ઉપાડ્યો નથી. ચારે તરફ લીલા ઝાડવા સુંદર ડુંગરાઓ અને કુદરતી વાતાવરણથી ભરપૂર એવું આ નગર પોતાનામાં એક અનોખું રહસ્ય દબાવીને બેઠું છે. પ્રાચીન સમયમાં અતિ સમૃદ્ધ એવા આ નગરમાં મહારાજા જયસિંહ રાજ્ય કરતા હતા. પ્રજા ખૂબ સુખી હતી. નગર ઘણી બધી વેપારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું, દૂર-દૂરથી વ્યાપાર કરવા માટે લોકો