આગે ભી જાને ના તુ - 43

  • 3.2k
  • 1
  • 1.1k

પ્રકરણ - ૪૩/તેતાલીસગતાંકમાં વાંચ્યું....રતન અને રાજીવ આઝમગઢના મંદિરને નીરખી રહ્યા છે તો મનીષ અને માયા પણ ત્યાં પહોંચી રહ્યા છે. જોરવરસિંહ અને નટવરસિંહ વચ્ચેની વાતચીતથી બંને પરિવારમાં ચિંતાનું વાતાવરણ છવાઈ જાય છે. અનંતરાય અને સુજાતા એક ગુમનામ વ્યક્તિએ મોકલેલી નાનકડી ચબરખીને વાંચતા જ પરેશાન થઈ જાય છે.....હવે આગળ....."ઠક....ઠક....ઠક....." બેડરૂમના દરવાજે ટકોરા પડતા સુજાતા અને અનંતરાય તન અને મનની સ્વસ્થતા જાળવી ચહેરા પર પરાણે સ્મિત લાવી એકબીજા સામે જોઈ રહ્યા."રોશની તૈયાર થઈને આવી લાગે છે. જોઉં તો ખરી આપણી દીકરી કેવી શોભે છે..." કહેતા સુજાતાએ નોબ ફેરવી બેડરૂમનો દરવાજો ખોલ્યો તો સામે રોશનીને બદલે અનન્યાને ઉભેલી જોઈ અવાચક બની ગઈ......"અ...ન.....ન્યા..., તું,