નબળી: રાજવીની સંઘર્ષ કથા - 13

(12)
  • 3.2k
  • 1
  • 1.3k

(13) "રાજવી ખૂબ મહેનત કરી રહી હતી ખૂટતી કડી મેળવવા છેલ્લે મળતી નહોતી. પણ હવે તો લાવણીની નણંદ સૌમ્યા પણ લાવણીના પક્ષમાં છે એટલે કેસ આગળ વધશે, નહીં તો કેસ એમને એમ જ રહેત." અને નયનાબેને અત્યાર સુધી થયેલી વાતો કરી. "લાવણીના સસરાએ ધમકી આપી ગયા પછી પણ પપ્પા કંઈ ના બોલ્યા." તેણે પૂછ્યું. "ના ખાસ બોલ્યા તો કંઈ નહીં પણ ગુસ્સે જરૂર થયા હતા." તેમણે કહ્યું. "પણ મમ્મી રાજવીને ધ્યાન રાખવાનું કહેજે નહીંતર સજાથી બચવા માટે લાવણીના સાસરી વાળા કંઈ પણ કરી શકે છે..." નિહાલે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. "તું ચિંતા ના કર, આમ પણ તારા પપ્પા તારા ગયા