નબળી: રાજવીની સંઘર્ષ કથા - 4

(12)
  • 3.1k
  • 1.5k

(4) રાજવી અગાસીમાં લાવણીના લગ્નમાં લીધેલા ફોટો જોઈ રહી હતી. ખાસ કરીને તો વનિતા અને નિહાલને એકબીજા સાથે ખુશ જોઈને તે કંઈક વિચારી પણ રહી હતી. એવામાં જ નિહાલ આવ્યો અને ચૂપચાપ પાળી પર બેસીને તેને જોઈ રહ્યો. થોડી વારે ચૂપકીદી તોડતાં બોલ્યો કે, "રાજુ કયાં ખોવાઈ છે તું? અને શું વિચારે છે?" રાજવી પોતાની જાતને સંભાળીને બોલી કે, "કાંઈ નહીં ભાઈ, બસ એમ જ. મારી વાત છોડ અને આ ફોટો જોઈને કહો કે વનિતા આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે." કહીને તેનો ફોટો નિહાલ સામે ધરી દીધો. નિહાલે તે ફોટો જોઈને એક મિનિટ માટે મુખ પર ચમક આવી