??? આકર્ષિતા ??? દેખાવે હું સાવ શ્યામવર્ણો હતો. એમાંય એકદમ પતલો અને છ ફૂટ ઊંચો. કયારેક કોઈ મને કહેતું, "તું ઊંટ જોડે હરીફાઈ કરી શકે છે..!" "ના, વાંકા અંગોની બાબતમાં...!" કહીને મારી મજાક ઉડાવીને હસતા હસતા તે વ્યક્તિ જતું. આમ ચાર અવગુણ મને સમજાતા, જેને સામાન્ય રીતે લોકનજરમાં ખામી કહી શકાય. ખેર... મને પોતાને જોવાની બાબતમાં લોકોની અને મારી વચ્ચે ખૂબ જ તફાવત હતો. હવે રહી વાત મારા શ્યામ રંગની..તો એ બાબતનો જવાબ પાંચ હજાર વર્ષ પહેલાં કૃષ્ણએ શ્યામ રંગી દેહ સાથે જન્મ લઈને આપી જ દીધો છે ને..? ખેર, મારો પોતાનો પરિવાર.. ખાસ કરીને મારી મા મારા માટે બહુ