ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-12

(57)
  • 5k
  • 2
  • 2.4k

( એલ્વિસ અને કિઆરા અનાયાસે આયાનની બર્થડે પાર્ટીમાં આવ્યાં હતાં.આયાનના પિતાના આગ્રહના કારણે એલ્વિસને ત્યાં રોકાવવું પડ્યું.કિઆરાને આયાન ફરીથી પ્રપોઝ કરે છે જેને કિઆરા પ્રેમથી ના કહે છે.એલ અને કિઆરા આ બોરીંગ પાર્ટીથી બચવા દરિયાકિનારે ગયા.જ્યાં તે બંને એકબીજાને મળ્યાં.કિઆરાએ બે પ્રશ્ન પુછીને એલને ક્લિનબોલ્ડ કરી દીધો.) એલ્વિસના ગળામાંથી અવાજ ના નિકળી શક્યો.કિઆરા મોટી મોટી આંખોથી તેની સામે જોઇ રહી હતી.તેના જવાબની રાહ જોતી હતી.તેટલાંમાં જ તેને એક ફોન આવ્યો તે તેને એટેન્ડ કરવા જતી રહી. એલ્વિસના જીવમાં જીવ આવ્યો.તેણે ફટાફટ વિન્સેન્ટને ફોન લગાવ્યો. "વિન્સેન્ટ,ફટાફટ ઇંગ્લીશ અને હિન્દીના બે સારા લેખકના નામ આપ અને તેમની ફેમસ બુકના નામ બોલ."એલ્વિસે કહ્યું.