બાળપણની મિત્ર. લેખક. વાળા મનહર. આ જિંદગી પણ કેટલી લા જવાબ છે, હર ક્ષણે નવો ખેલ બતાવે છે. કુદરતે સાવ નવરાશ લઈને એને ઘડી હશે નહિતર, કોઈ દિવસ એનું રૂપ આ રીતે કંઈ થોડું ખીલે? આવા વિચારોને આંખમાં આંજીને રાજવીર, ક્યારનો ભૂતકાળની સફર ખેડી રહ્યો હતો, એવામાં અચાનક, એની પાંચ વર્ષની રિંકલ દોડતી આવીને ખોળામાં બેસી ગઈ. તે પપા, પપા કરતી, રાજવિરના મો પર, હાથ ફેરવવા લાગી. ઉંબર વચ્ચે ઉભેલી રેશમાં આ દ્રશ્ય એક ધ્યાને નિહાળી રહી છે. રીંકલ રાજવીરને ક્યારનીયે પપા, પપા, કહીને બોલાવી રહી છે પણ, રાજવીરને ભૂતકાળમાંથી પાછા ફરવાની ફુરસદ મળે તોને. રાજવીરની આંખોએ રીંકલને જ્યારથી જોઈ