રક્ત ચરિત્ર - 26

(19)
  • 2.9k
  • 1.4k

૨૬ "જેલમાં કેમ? હું અહીં કેવી રીતે આવી? કોણ લાવ્યું મને અહીં? "સાંજ હકીકત જાણવા અધિરી થઇ હતી. "તું આરામ કર, હું તને પછી બધુજ જણાવીશ." સુરજએ સાંજને ટેકો આપીને સુવડાવવાનો પ્રયત્ન કર્યો. "નથી કરવો આરામ, તું મને બધી વાત હાલ કરીશ કે હું પોલીસ સ્ટેશન જઈને દેવજીકાકાને પૂછી આવું?" સાંજએ એક ઝટકા સાથે સુરજનો હાથ છોડાવી દીધો. "રાત્રે ફોન આવ્યો હતો પોલીસનો, એમણે કીધું કે તું હોસ્પિટલમાં છે તો હું અહીં આવી ગયો. બીજું બધું મને ખબર નથી, અને તું પણ ક્યાંય નઈ જાય હાલ." સુરજએ સાંજનો હાથ તેના હાથમા લીધો અને બોલ્યો, "નીરજનો ફોન હતો, એ ઘરે આવે