ડ્રીમ ગર્લ 11 ડો.આયંગરની આંખમાં સ્પષ્ટ ઉજાગરો દેખાતો હતો. પણ રોહન અને પ્રિયાની આંખમાં ઉજાગરાની સાથે સાથે ચિંતાના ભાવ હતા. આવડા મોટા ઓફિસરનો ભાઈ, અભિજિત રહાણે એક સામાન્ય સરકારી હોસ્પિટલમાં બિનવારસી દાખલ હતો. " ડો.શું લાગે છે ? " " મી.રોહન જે થઈ ગયું છે એ બદલી શકાવાનું નથી. પણ આપણે શક્ય એટલી મહેનત કરીશું. અહીં પણ સારી ટ્રિટમેન્ટ મળશે. પણ આગળ તમારી મરજી. " " કોઈ સારી હોસ્પિટલમાંમાં શિફ્ટ કરીએ અને સારામાં સારા ડોક્ટરોની વ્યવસ્થા કરો. મી. આયંગર તમારે તો સાથે જ રહેવાનું