સજન સે જૂઠ મત બોલો - 11

(40)
  • 5.1k
  • 2k

પ્રકરણ- અગિયારમું/૧૧સાઉથ ઇન્ડિયન જેવી ગોઠણથી સ્હેજ નીચી વ્હાઈટ લૂંગી પર ઘેરા લીલા કલરનો ફૂલ સ્લીવ રેશમી ઝબ્ભો, પાણીનું ટીંપુ પડતાં જ લસરી પડે એવી કાચ જેવી લીસ્સી ઝગારા મારતી ટાલ, અને ઘાતકી હુમલામાં નીકળી ગયેલા ડોળાની જગ્યાએ ફીટ કરેલી આર્ટીફીશીયલ કાચની બિલાડા જેવી આંખ, વાન એવો કાળો કે અંધારામાં દાંત સિવાય કશું જ ન દેખાય. ગળામાં ભપ્પી લહેરી તેની સામે ગરીબ લાગે એટલું ઠઠાડેલુ સોનું. પહેલી નજરે જોતાં એવું લાગે કે, કોઈ આફ્રિકન મેલ એ અને સાઉથ ઇન્ડિયન ફીમેલ પર મસ્તીમાં કરેલી જબરી બળજબરીનો આઠમાં અજૂબા જેવો આવિષ્કાર છે.બિલ્લુભૈયાના કોલ પરથી ઇકબાલના થોબડા પર બદલાયેલાં તેવર જોઇને સપના થોડી એ