સજન સે જૂઠ મત બોલો - 9

(43)
  • 4.9k
  • 1
  • 1.7k

પ્રકરણ-નવમું ૯બીજા દિવસની સવાર.. રવિવાર હતો એટલે સમયમર્યાદાની કોઈ પાબંદી નહતી. બેડની સામે આવેલી બારીમાંથી આવતાં ઉજાસ પરથી સમયનું અનુમાન લગાવતાં સપનાએ માંડ માંડ ઉઘડતી આંખે તકિયા પાસે પડેલા મોબાઈલ પર નજર કરી તો અંદાજ સાચો પડ્યો.. ઠીક દસ વાગ્યાં હતાં. આટલી ઘોર નિદ્રાની મજા માણ્યાં પછી પણ હજુએ બિલ્લુનું પ્રતિભાશાળી પ્રતિબિંબ સપનાની નજર સામેથી ખસતું નહતું. સળંગ બે કલાકના ગહન અને સળંગ સાત્વિક સત્સંગ પછી પણ સપનાને બિલ્લુ કોઈ કાલ્પનિક પાત્ર છે, એવો ભાસ થતો હતો. વજનદાર વ્યક્તિત્વ સાથેના તેના વજનદાર અર્થસભર સંવાદો હજુએ સપનાના કાનમાં ગુંજતા હતાં. એ પછી એક ઝાટકે