સજન સે જૂઠ મત બોલો - 4

(41)
  • 4.8k
  • 2
  • 1.9k

પ્રકરણ- ચોથું/૪હદ બહાર હવા ભરેલા ફુગ્ગાને સ્હેજ અમથી કોઈ અણીયાણી વસ્તુ અડતાં વ્હેત જે રીતે ઘડીકમાં ફુગ્ગો ફૂસ્સ થઇ જાય, એમ ચીમનલાલના મેલા મનોરથનો રથ ફસડાઈ પડ્યો. ખંધા ચીમનલાલના ખેલ ઉંધા પડતાં તેના છાતીના પાટિયા બેસી ગયાં. ધોતિયું ઢીલું થઇ ગયું. હડકાયા કૂતરા જેવી ઉપડેલી હવસને માંડમાંડ વશમાં કરતાં ખ્યાલ આવ્યો કે, સપના બૂમ બરડા કરીને ગામ ભેગું કરશે તો, જાતી જિંદગીએ ગરમી કાઢવા જતાં ચરબી ઉતરડાઈ જશે. એવા ભયથી ફફડતો ચીમનલાલ કપડાં સરખા કરી, રૂમાલથી મોઢું સંતાડી, ધીમેકથી ડેલી ઉઘાડી, ઊંધાં માથે દોટ મૂકી રાતના અંધારામાં ભાગ્યો ઊભી પુંછડીએ.રૂમના બંધ બારણાંનો ટેકો લઈ, ટુંટિયું વાળીને થરથર કાંપતી સપના સ્હેજમાં