" પપ્પા, મમ્મીને ક્યારે સારું થશે..?? મમ્મી ક્યારે ઘરે આવશે..?? પપ્પા બોલોને, મમ્મીને ક્યારે સારું થશે..?? મમ્મી ક્યારે ઘરે આવશે..?? " નાનકડી ગુડ્ડી પરેશને હચમચાવી દેતી હતી અને અવાર-નવાર આ એક જ પ્રશ્ન પૂછ્યા કરતી હતી. જેનો જવાબ પરેશ પાસે પણ ન હતો. અને પરેશ ડૉક્ટર સાહેબને બે હાથ જોડીને વિનંતી કરતો હતો અને ધ્રુસકે ને ધ્રુસકે રડતો જતો હતો. "જુઓ સાહેબ, મારી પત્ની પ્રીતિને કંઈ થઈ જશે તો મારા બંને નાના અને માસુમ બાળકો રખડી પડશે સાહેબ અને મારું ભર્યું ભાદર્યુ ઘર છિન્નભિન્ન થઈ જશે. ગમેતેમ કરીને તેને બચાવી લેજો સાહેબ, હું બે હાથ જોડીને આપને વિનંતી કરું છું."