‘સજન સે જૂઠ મત બોલો’પ્રકરણ-પહેલું/૧‘ટીંગ.. ટીંગ.. ટીંગ..ટીંગ.. ટીંગ....ટીંગ....ટીંગ.’ સાંપ્રત સમયના કેલેન્ડરમાં ડીસેમ્બર માસની આજની દિનાંક એકવીસમી સદીના વધુ એક વર્ષાન્તના સંકેત તરફનો દિશાનિર્દેશ કરી રહી હતી.વર્ષના અંતિમ મહિનાના, પ્રથમ સપ્તાહના વીક એન્ડનો પહેલો દિવસ, મતલબ કે, શનિવાર. જતાં ચોમાસા અને આવતાં શિયાળાના મૌસમની પરાણે વ્હાલી લાગે એવી પહેલી વ્હેલી મુલાયમ ગુલાબી ઠંડીના આલ્હાદક વાતાવરણ વચ્ચે, પરોઢના સાત અને પચ્ચીસ મીનીટે, શહેરના મધ્યમ ધનાઢ્ય કહી શકાય એવા, બજરંગવાડી પોશ વિસ્તારના મેઈન રોડના કોર્નર પર આવેલી, ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘શારદા વિધા મંદિર’ પ્રાયમરી સ્કૂલના કર્મચારીએ રોજિંદી ઘટમાળને ઘાટ આપતાં સ્કૂલનો ઘંટ વગાડી, સૌ ભૂલકોઓને પ્રાથના ખંડ તરફ જવાના આદેશનો ઘંટનાદ સંભળાવ્યો. શાળાના વિશાળ