એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૭

(12)
  • 5.5k
  • 2.6k

દેવ,નિત્યા અને માનુજ બેસીને વાત કરતા હતા એટલામાં ત્યાં એક છોકરી આવી અને બોલી,"હાઇ માનુજ""હાઇ"માનુજ બોલ્યો.માનુજ જ્યાં બેસ્યો હતો એની બાજુની ચેર પર એ છોકરી બેસી.દેવ અને નિત્યા એને ઓળખતા નઈ હતા એટલે એ ચુપચાપ બેસી રહ્યા હતા.માનુજ એ ઓળખાણ કરાવતા કહ્યું,"આ દિપાલી છે અને દિપાલી આ મારો સ્કૂલ ફ્રેન્ડ દેવ અને આ મારી બે દિવસ પહેલા બનેલી ફ્રેન્ડ નિત્યા"દિપાલી દેવ અને નિત્યાને હાય કહે છે."તું આઈસ્ક્રીમ ખાઈશ"માનુજે દિપાલીને પૂછ્યું."હા,ચોક્કસ"દિપાલી એ કહ્યું."કયું ફ્લેવર?""કોઈ પણ ચાલશે"માનુજ આઈસ્ક્રીમ લઈને આવે છે એટલામાં નિત્યા દેવ સામે જોતા કહે છે,"હું નીકળું છું હવે""હા, હું પણ આવું જ છું"દેવ બોલ્યો.દેવ અને નિત્યા ત્યાંથી નીકળે છે