માનવી તું માનવ બને તોય ઘણુ

  • 7.5k
  • 1
  • 2.5k

*માનવી તું માનવ બને તોય ઘણું*“હે માનવી તું માનવ ક્યારે બનીશ?તને જનાવર કહેવું એ જાનવરની તોહીન. હે માનવી તું માનવ બને તો પણ ઘણું.... ખરેખર આપણે કઠણ કાળજાના થઈ ગયા છીએ, મોતનો મલાજો પણ જાળવતા નથી તો જાનવરની ઉપમા આપવી શી રીતે? ભગવાને માનવીને જ્યારે બનાવ્યાં ત્યારે એને હ્રદય આપ્યું અને એમાં અગણિત લાગણીઓ ભરી દીધી જેમ કે પ્રેમ, કરુણા, રાગ-દ્વેષ, દયા વગેરે. ભગવાને તો ફક્ત લોહીનાં સંબંધ જ બનાવ્યાં ,પણ દિલનાં સંબંધ તો આપણે જ વિકસાવવા પડે. કોઈના સુખ કરતાં પણ દુઃખમાં જે સાથ આપે તેનું નામ માનવ. "નવમાં જે ભેગા થાય