(આપણે આગળ ના અંક માં જોયું કે ગોપાલભાઈ ને માધવ ની લાગણી સમજાય છે તેથી તે માધવ આગળ રાધિકા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે જે માધવ સ્વીકારે છે પણ એના માટે રાધિકા ને મનાવવા માટેની તૈયારીઓ કરવા એ લોકો મળે છે ત્યારે માધવ ને એ ચિંતા સતાવે છે કે તેના મમ્મી પપ્પા એક વિધવા સાથે લગ્ન માટે હા નહિ કહે. હવે આગળ...) ભાગ-12 રાધિકાની લાગણી માધવ જાણતો હતો કે તેના મમ્મી પપ્પા રાધિકા માટે ક્યારેય હા નહિ કરે તેથી એ ખુબ ચિંતા માં હોય છે તે ગોપાલભાઈ ના ઘરે થી નીકળે છે ત્યારે એક નિશ્ચય કરી ને નીકળે છે,