એ છોકરી - 8

  • 4.7k
  • 2.3k

(ભાગ-7 માં આપણે જોયું કે હું યોગેશભાઈની સલાહ લેવા ગઈ તેમણે ખૂબ જ સારી સલાહ આપી. બસ હવે ડાહ્યાભાઈના ફોનની રાહ જોવાની હતી)યોગેશભાઈને મળીને હું ઘરે લગભગ આઠ વાગ્યે પહોંચી. રોનક મારી રાહ જોઈને જ બેઠા હતા, મોડુ થવાનું કારણ મેં જણાવ્યું. મહારાજે રસોઈ બનાવી દીધી હતી તેથી હું ફ્રેશ થવા ગઈ અને ત્યારબાદ અમે જમવા બેઠા. જમીને અમારી ગાર્ડન ગેલેરીમાં હું અને રોનક હીંચકે બેઠા. આ અમારો નિત્યક્રમ હતો કે આખા દિવસ દરમ્યાન અમારા બન્નેના જીવનમાં જે પણ થયું હોય તે બાબતોની આપ-લે અમે દરરોજ અમારી આ મનપસંદ જગ્યાએ કરતા હતા અને એકબીજાની સલાહ લેતા હતા. મેં રોનકને યોગેશભાઈ