‘બરાબર બત્રીસ મિનિટ પછી, બરાબર બે વાગ્યે સોફિયાનું મારા હાથે મોત થવાનું છે. અને એની બે મિનિટ પહેલાં, એટલે કે બરાબર એક વાગ્યા ને અઠ્ઠાવન મિનિટે હું તને મારી નાંખીશ. સોફિયા તને મરતાં જોશે અને પછી બે મિનિટ પછી એ પણ મરી જશે !’ એવું મોબાઈલ ફોનમાં મેલિસાના પ્રેતે સબ ઈન્સ્પેકટર જિમીને કહીને સામેથી કૉલ કટ્ કરી દીધો, એટલે જિમીનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. તે મોબાઈલ ફોન સામે જોઈ રહ્યો હતો, ત્યાં જ અત્યારે તેના કાને નેન્સીનો અવાજ પડયો : ‘શું થયું, બેટા !’