દહેશત - 19

(60)
  • 5.1k
  • 3
  • 2.8k

લાઈફ લાઈન હૉસ્પિટલ’ના ભોંયરામાં-બોગદામાં અત્યારે સોફિયા જમીન પર પીઠભેર પડી હતી, અને એની પર એનાબેલની લાશ, એનાબેલનું પ્રેત સવાર થયેલું હતું ! એનાબેલના પ્રેતની આંખોના ડોળા સોફિયાને તાકી રહ્યા હતા. ‘પ્લીઝ ! પ્લીઝ, એનાબેલ ! તું...તું મને મારીશ નહિ !’ સોફિયાએ ભયથી કંપતા અવાજે કહ્યું હતું, અનેે એનાબેલના પ્રેતે પોતાનું મોઢું ખોલ્યું હતુ. સોફિયાએ ભયથી આંખો મિંચી દીધી. ‘હુઉઉઉઉઉઉ...’ સોફિયાના કાને અવાજ પડયો, એટલે અત્યારે સોફિયાએ એ જ રીતના ભયથી કાંપતા આંખો ખોલી નાંખી. -એનાબેલના પ્રેતે મોઢું ફાડીને ‘હુઉઉઉઉઉઉ...’નો અવાજ કર્યો હતો.