સોફિયાએ સબ ઈન્સ્પેકટર જિમીને કહ્યું કે, ‘‘તેજલ અને માનવનું મોત થયું એ વખતે તેને એનાબેલ જોવા મળી હતી, અને પળવાર પછી જ એ સળગી ઊઠી હતી ને પછી તેની નજર સામેથી અદૃશ્ય થઈ ગઈ હતી,’’ એટલે સબ ઈન્સ્પેકટર જિમી એનાબેલ વિશે પૂછપરછ કરવા માટે એના પાડોશીં પાસે ગયો હતો. જ્યારે સોફિયા જિમીની મોટરસાઈકલ પાસે ઊભી હતી. અત્યારે સોફિયા રીચાની િંચંતામાં હતી. રીચાને મિસ્ડ્ કૉલ કરનારી વ્યક્તિએ રીચાના મોતનો સમય આજે રાતના દસ વાગ્યા ને દસ મિનિટનો આપ્યો હતો, અને દસ વાગ્યા ને દસ મિનિટ થવાને હવે ફકત બે કલાકની વાર હતી. અને હજુ સુધી સોફિયા મિસ્ડ્ કૉલ કરનારી એ વ્યક્તિ આખરે કોણ હતી ?