દહેશત - 12

(55)
  • 5.9k
  • 2
  • 3.1k

સબ ઈન્સ્પેકટર જિમીની બહેન સુઝેનના ભેદી મોત પહેલાં, એના મોબાઈલ ફોન પર એક મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો, એટલે જિમીએ એ મિસ્ડ્‌ કૉલવાળા નંબર પર કૉલ લગાવ્યો અને મોબાઈલ ફોન કાન પર મૂકયો. -મોબાઈલ ફોનમાં સામેથી ઘરઘરાટી સંભળાવા લાગી. ‘ઘરઘરાટી બંધ થઈને હમણાં સામેથી કોઈ વ્યક્તિનો અવાજ સંભળાશે.’ એવા વિચાર સાથે જિમી સાંભળી રહ્યો. પણ કોઈ વ્યક્તિનો અવાજ સંભળાયો નહિ. ઘરઘરાટી જ સંભળાવાની ચાલુ રહી. જિમીએ કૉલ કટ્‌ કર્યો અને ફરી વાર એ જ મિસ્ડ્‌ કૉલવાળા નંબર પર કૉલ લગાવ્યો.