દહેશત - 8

(58)
  • 5.6k
  • 2
  • 3.3k

માનવના મોબાઈલ ફોનમાંથી ગૂંજી રહેલા શબ્દો સોફિયાના કાનમાં પડવા માંડયા, અને એની સાથે-સાથે જ સોફિયાના ચહેરા પર ભય અને બેચેનીના ભાવ ઊપસવા માંડયા હતા ! અત્યારે હવે સોફિયાના કાન પર મુકાયેલા મોબાઈલ ફોનમાંથી ગૂંજી રહેલાં શબ્દો સંભળાવાના બંધ થયા એટલે સોફિયાએ તેની સામે ઊભેલા અને તેને તાકી રહેલા માનવ સામે જોયું અને જાણે તેને પોતાના કાન પર વિશ્વાસ બેઠો ન હોય એમ તેણે મોબાઈલનું બટન દબાવીને પાછો મોબાઈલ ફોન કાન પર મૂકયો, એટલે એમાંથી ફરી વાર એ જ શબ્દો ગૂંજવા લાગ્યા : ‘....તો તું મારું મોત બોલી રહ્યો છે, એમ ને !’ મોબાઈલ ફોનમાંથી માનવનો અવાજ સંભળાયો.