ગુરુદક્ષિણા

  • 2.7k
  • 784

"રાઘવ.""જી ગુરુજી.""તું મને કેટલા વર્ષોથી ઓળખે છે?""ઘણા વર્ષોથી. પાંચમીમાં હતો, ત્યારથી.""એટલે લગભગ પંદર વર્ષથી. આ સમયમાં શું તું મારાથી કાંઈ શીખ્યો? શું હું તને કાંઈ ઉપયોગી થઈ શક્યો?"આ પ્રશ્ન સાંભળીને મને આશ્ચર્ય થયું. મારા ગુરુજી, વિશ્વનાથ મંગેશકરે મને સરકારી સ્કૂલમાં ફક્ત એક જ વર્ષ ભણાવ્યો હતો, ત્યારે હું પાંચમીમાં હતો. નરમ દિલના, પ્રેમાળ, ધીમું અને મીઠું બોલવા વાળા, અને સૌથી મોટી વાત. સહાનુભૂતિથી ભરપૂર. બાળપણથી, હું એમની તરફ એવો આકર્ષિત થયો, કે આજ સુધી મેં એમની સાથે સંબંધ જાળવી રાખ્યો. ડૉક્ટર બન્યા પછી પણ. મને એમને ક્યારેય સર કહેવાની ઈચ્છા ન થઈ. એમને જોતા જ મારા મોઢે થી હમેશા ગુરુજી