પુનર્જન્મ - 25

(33)
  • 4.1k
  • 2
  • 2.5k

પુનર્જન્મ 25 અનિકેત મોનિકાની સામે જોઈ રહ્યો. મોનિકાના હાથમાં કોફીનો કપ હતો. એ અદ્વિતીય સુંદરી અનિકેતને કોઈ દેવી જેવી લાગી. એના સુંદર ગળામાંથી બોલાયેલ એ વાક્ય કોઈ અમિવર્ષા જેવું લાગ્યું. સાત સાત વર્ષના દુકાળ પછી ધરતીના ઉકળતા ચરુ પર અમિછાંટણા થયા હતા. ' શું કહ્યું તમે ? ' ' એ જ કે મને ખબર છે કે તું નિર્દોષ છે. ' ' કોણે કહ્યું તમને? ' ' જેણે કહ્યું એણે. ' ' મારે