પુનર્જન્મ 24 અનિકેત સવારે ઉઠ્યો. આંખમાં થોડો ઉજાગરો હતો. મન કહેતું હતું થોડા દિવસ ક્યાંક જતો રહું. કદાચ સ્વપ્ન સાચું પડે. ના , હવે નહિ. ગામવાળા કે કોઈને હાથે અપમાનિત થવાની હવે હામ ન હતી. આ ખોરડું , બાપાની ઈજ્જતના ગામ વચ્ચે લીરેલીરા ઉડ્યા છે. હવે નહિ. પણ એક મન કહેતું હતું ક્યાં સુધી ભાગીશ. એક દિવસ તો સામનો કરવાનો જ છે. તો આજે શા માટે નહિ... એણે મોનિકાનું કાર્ડ હાથ માં લીધું. કાર્ડ માંથી સુગંધ આવતી હતી. મન કચવાતું હતું. પણ જે થાય એ. એમ નક્કી