પુનર્જન્મ - 23

(36)
  • 4k
  • 2
  • 2.5k

પુનર્જન્મ 23 સ્નેહા કલાસ માંથી બહાર નીકળી અને કેન્ટિંનમાં ગઈ. ત્યાં અનિકેત ન હતો. એનું મન બાવરુ થઈ ગયું. સમજમાં નહતું આવતું કે ક્યાં જાઉં , શું કરું ,કોને કહું ?એક પળ વિચાર આવ્યો બાજુના પાર્કમાં જોઉં, કદાચ ત્યાં હોય. ઉતાવળા પગલે સ્નેહા પાર્કમાં આવી અને પાર્કમાં ફરી વળી. દૂર એક બાંકડા પર અનિકેત બેઠો હતો. આંખો બંધ કરી ને....સ્નેહા એની પાસે ગઈ. સ્નેહાના શરીરની સુગંધ અનિકેત દૂરથી પણ અનુભવી શકતો હતો. અનિકેતે આંખો ખોલી. સ્નેહાના મનને હાશ થઈ . એ આગળ વધી. સ્નેહાના સ્નેહે ગુસ્સાનું