જીતુભાએ મોબાઇલ ખીસામાં મુક્યો અને નજર ઉંચી કરી સામે એક સાડા પાંચ ફૂટ હાઈટની અત્યંત સ્વરૂપવાન યુવતી ઉભી હતી. દેખાવ અને કપડાં પરથી એ કોઈ પૈસાદાર ઘરની હોય એમ લાગતું હતું. ડેનિમ જીન્સ અને સ્ટ્રિપ સ્પેગેટી ટોપ પહેરેલી અને હાથમાં જેકેટ લઇની ઉભેલી એ યુવતીએ કપડાં પર છાંટેલા પરફ્યુમની સુગંધ હવામાં લહેરાતી હતી. કોઈપણ યુવકને ઘાયલ કરી દે એવી આ રૂપસુંદરી જીતુભાને પૂછતી હતી કે "તમે ... તમારું નામ જીતુભા?" "હા જી તમે કોણ? ઓહ્હ તો તમે મોહિની ના ક્લાસના સી એલ છો.?" જીતુભાએ પૂછ્યું. " નારે મને એવા સી એલ, ફી એલ બનવામાં જરાય રસ નથી. હું જીગ્ના" જીગ્નાએ કહ્યું. "જીગ્ના .... ઓહ તો તમે જીગ્ના?”