લવ બાઇટ્સ - પ્રકરણ-64

(126)
  • 6.6k
  • 4
  • 3.8k

લવ બાઇટ્સપ્રકરણ-64 આશા સ્તવન, મીહીકા મયુરનાં ધામધૂમથી વેવીશાળ થઇ ગયાં. શહેરમાં આવેલો પ્રસિધ્ધ રજવાડી મીથીલા હોલમાં વેવીશાળ હતાં. એમાં શહેરનાં નામી પ્રસિદ્ધ લોકોને આમંત્રણ હતાં. સ્તવનનાં કંપનીનાં ચેરમેન-મેનેજીંગ ડાયરેક્ટર બધાં હાજર હતાં. બધાનું ભવ્ય સ્વાગત અને આગતા સ્વાગતા કરવામાં આવી હતી. બધાએ નવવધૂને ખૂબ સુંદર અને અમૂલ્ય ભેટ આપી હતી. એમનાં રીતરીવાજ પ્રમાણે લગ્નથી વધારે મહત્વ વેવીશાળનું હતું લગ્ન એ માત્ર ફોર્માલીટીજ રહી હતી. બંન્ને વરવધુને બધી જણસ ચઢાવી દીધી હતી સ્તવને મંગળસૂત્ર પહેરાવી સિંદૂર પણ ભરી દીધેલું એ લોકો પ્રમાણે આજથીજ જાણે સંસાર ચાલુ થઇ ગયો. સ્તવને કીધુ પણ ખરુ હવે લગ્નમાં બાકી શું રહ્યું આજે બધુજ તો કરી