એક પૂનમની રાત - પ્રકરણ-31

(110)
  • 9.2k
  • 4
  • 5.6k

એક પૂનમની રાત પ્રકરણ-31 દેવાંશ અને વ્યોમા વાવ પહોંચી ગયાં હતાં. દેવાંશ એને કહી રહેલો કે મારી પાસે ફોટા વીડીયો ઓડીયો બધુ છે તું તારા માટે તારી રીતે સરસ ફોટાં વીડીઓ લઇ લે. કદાચ તારી ક્લીક મારાંથી પણ તેજદાર હોઇ શકે. વ્યોમાએ હસતાં હસતાં કહ્યું ચલ હું પ્રયત્ન કરું અને એ વાવનાં સ્થાપત્યની નક્શી કારીગીરીનાં ક્લોઝ અપ ફોટાં લેવાં માંડી અને એનાં કેમરામાં એને કંઇક જોવા મળ્યું અને એ બોલી ઉઠી... ઓહ અહીં આ પણ છે અને તરતજ બેહોશ થઇને ચક્કર ખાઇ નીચે પડી ગઇ દેવાંશની તરતજ નજર પડી અને એણે ઝીલી લીધી. દેવાંશ કહ્યું વ્યોમા વ્યોમા અચાનક તને શું થયું