રક્ત ચરિત્ર - 24

(18)
  • 2.5k
  • 1.3k

૨૪"એકાદ દિવસમાં સવાઇલાલ નિર્દોષ છૂટી જશે, આટલી નાનકડી સાબિતીઓથી સવાઇલાલને જેલ નઈ થાય. એટલે જે કરવાનું છે એ આજેજ કરવું પડશે." સાંજએ મનોમન એક નિર્ણય લીધો અને દેવજીકાકાને ફોન કરીને હથિયારબંધ માણસો સાથે અડધા કલાકમાં સિંહનિવાસમાં ભેગા થવાનું જણાવ્યું.એ તૈયાર થઇ, જિન્સની બેકપોકેટમાં બંદૂક મૂકી અને લાંબો કોટ પહેર્યો. બુટમાં બે ચાકુ છુપાવ્યા અને એક કટર શર્ટના છુપા ખિસ્સામાં છુપાવ્યું અને સુરજના ઓરડામાં આવી.સુરજનો ઓરડો ખુલ્લો હતો અને સુરજ ઘસઘસાટ ઊંઘ્યો હતો."હું તારા જાગતા તને જણાવવા માંગતી હતી કે હું તને પ્રેમ કરવા લાગી છું, પણ હું જ્યાં જઉં છું ત્યાંથી પાછી આવી શકીશ કે નહીં એ હું નથી જાણતી.