રક્ત ચરિત્ર - 21

(18)
  • 3.1k
  • 1
  • 1.4k

૨૧"રગનાથને શોધવા પોલીસ આવશે, પોલીસ આવે ત્યારે શું કરવાનું છે એ તમે જાણોજ છો કાકા. " સાંજ રગનાથની લાશ પર તિરસ્કાર ભરી એક નજર નાખીને ત્યાંથી નીકળી ગઈ. દેવજીકાકાએ રગનાથની ફાટી ગયેલી આંખો સામે જોયું અને માથું હલાવીને ઉપર જોયું.સાંજ ઘરે આવી ત્યારે અડધી રાત વીતી ચુકી હતી, તેણીએ જેવો ઘરમાં પગ મુક્યો કે તરત અરુણએ તેનો રસ્તો રોક્યો."તું આ સમયે કેમ જાગે છે?" સાંજએ પૂછ્યું."આ જ સવાલ હું તને પણ પૂછી શકું છું, કે તું આ સમયે કેમ જાગે છે અને ક્યાં ગઈ હતી." અરુણએ પૂછ્યું."આજ સુધી કોઈએ હિંમત નથી કરી મને એમ પૂછવાની કે હું ક્યાં જઉં છું