૩ કલાક - 5

(31)
  • 5.3k
  • 2
  • 2.3k

પાલનપુર તરફ જઈ રહેલી ગાડીમાં સમશાનવત શાંતિ છવાઈ હતી, નિર્માણ ગાડી ચલાવી રહ્યો હતો, નિર્મળા વારંવાર ગોપાલના ફોનને જોઈને રડી પડતી હતી, વિહાર અને આસ્થા ચુપચાપ બહાર તરફ જોઈને બેઠાં હતાં અને હિના વારંવાર વિરલએ બતાવેલી બહાદુરી વિશે વિચારીને વ્યથિત થઇ ઉઠતી હતી."વિરલ અને ગોપાલના ઘરે શું જવાબ આપશું?" આસ્થાએ પૂછ્યું."તમને બધાયને ઘરે જતાં શરમ નઈ આવે? આપણને બચાવવા વિરલએ તેની જિંદગીની કુરબાની આપી દીધી અને તમે બધા ડરપોકની જેમ ભાગી રહ્યાં છો." હિનાએ ગુસ્સામાં કહ્યું."તને એટલી ચિંતા છે તો તું કેમ આવી અમારી સાથે? કેમ ના રોકાઈ ગઈ ત્યાં?તારી આંખોની સામે એ પાણી વિરલને એની સાથે વહાવી ગયું અને