ગમતાંનો કરીએ મલાલ - 3 - છેલ્લો ભાગ

(58)
  • 3.4k
  • 1
  • 1.4k

ગમતાંનો કરીએ મલાલ’પ્રકરણ ત્રીજું અને અંતિમ/૩અંતે તેર દિવસથી ચાલતાં સંજોગો આધીન અણધાર્યા ધમાસાણ યુદ્ધમાં તન, મન અને ધનથી સપરિવાર ખુંવાર થયેલો મૌલિક જયારે, નેગેટીવ રીપોર્ટ સાથે ડીસ્ચાર્જ થયેલા સુભદ્રાબેનને હોસ્પિટલમાંથી બહાર લઇ આવ્યો ત્યારે.. પોક મૂકીને સુભદ્રાબેન એટલું જ બોલ્યાં.... ‘સૌ પહેલાં મને દાસજી જોડે વાત કરાવડાવો. ? કેમ છે ? ક્યાં છે મારા પ્રાણનાથ ?‘હાં.. હાં.. મમ્મી આપણે પહેલાં ઘરે જઈએ પછી વાત કરીએ.’ ‘ના.. પછી નહીં પહેલાં તું કોલ કર હમણાંને હમણાં જ. ત્યાં સુધી મારા ગળેથી પાણીનો ઘૂંટડો પણ નહીં ઉતરે.’સુભદ્રાબેનની ઉશ્કેરાટ સાથેની અતળ અધીરાઈનો તાગ મેળવતાં મૌલિક સમજી ગયો કે વાત કરાવ્યે જ છૂટકો થશે. એટલે કાળજીથી સુભદ્રાબેનને કારમાં