આ એક કાલ્પનિક કથા છે.આ વાર્તાનો ઉદ્દેશ કોઈ પણ અંધશ્રદ્ધાને માન આપતી નથી.... હું આજે જ લાંબો સફર પૂરો કરી ને મારા ગામ પાછી ફરી હતી.હું મારા ગામડે જાજુ રહી નથી પણ જાણે આ ગામ સાથે મને કાંઈક અલગ જ લગાવ છે.હું આઠ વર્ષ ની હતી ત્યારે મારા મમ્મી પપ્પા એ આ ગામ મૂક્યું, પછી હું મારા ગામ ક્યારેય પાછી નથી ફરી અને આજે એકવીસ વર્ષે પછી પપ્પાનું અવસાન થયા પછી હું ફરી એક વાર મારા ગામ પાછી ફરી છુ.