ગમતાંનો કરીએ મલાલ - 1

(47)
  • 4.2k
  • 1
  • 1.7k

ગમતાંનો કરીએ મલાલ’પ્રકરણ-પહેલું/૧‘એ વહુ બેટા, મારી હાટુ મોળી, આદુ મસાલા વાળી અને થોડી વધુ ચા બનાવજે હોં કે, અને દાસજી પણ હમણાં લટાર મારીને આવતાં જ હશે, એટલે તેની ચા અલગથી મૂકજે..’શયનકક્ષથી થોડા મોટા મતલબ કે, મધ્યમ સાઈઝના બેઠકરૂમની મધ્યમાં દીવાલને અડકીને ગોઠવેલાં નાનકડા સોફામાં જમણી તરફ પૌત્ર વિવાન અને ડાબી તરફ પૌત્રી પ્રાચી વચ્ચે સુતરાઉ સાડી પર શાલ ઓઢીને, ષષ્ઠીપૂર્તિને આરે પહોંચેલાં દુબળાં બાંધાના સુભદ્રાબેન, કિચનમાં ચા બનાવતી તેના નાના દીકરા મનનની પત્ની અમ્રિતાને હાંકલ કરતાં બોલ્યાં. ‘એ હાં, મમ્મીજી.’ મીઠા લહેકા સાથે ઉત્તર આપતાં કિચન માંથી અમ્રિતા બોલી સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લાના નાના એવા ચિત્તલ ગામની મુખ્ય બજારમાં નાની એવી સ્ટેશનરીની