આજે વાત કરવી છે કેરેબિયન ટાપુઓ પર આવેલા એક કમનસીબ દેશ હૈતિની. લગભગ એક કરોડ પંદર લાખ જેટલી વસ્તો ધરાવતો આ દેશ હૈતિ; માત્ર 27560 ચોરસ કિલોમીટર વિસ્તારમાં જ સમેટાઈ જાય છે. દુનિયાના નકશામાં શોધ્યો ન મળો એવો આ ટચુકડો દેશ ઉત્તર અને દક્ષિણ અમેરિકાની વચ્ચે આવેલા કેરેબિયન ટાપુઓમાં સ્પેનીઓલા દ્વીપ પર સ્થિત છે. તો ચાલો શરૂઆતથી જ શરૂ કરીએ. તારીખ 3 ઑગસ્ટ 1492 ના રોજ ઇટાલીયન નાવિક ક્રિસ્ટોફર કોલંબસ ત્રણ જહાજોના કાફલા સાથે નવા જળમાર્ગો શોધવા નીકળ્યો. કેરેબિયનન ટાપુઓ પાસે પહોંચીને એને