વસુધા - વસુમાં - 2

(93)
  • 9.3k
  • 4
  • 6.3k

વસુધાપ્રકરણ-2 પુરષોત્તમભાઇ હાથપગ ધોઇ કપડાંથી હાથ લૂછતાં લૂછતાં આવ્યાં. અને વસુધા અને દુષ્યંતને જોઇને ક્યું વાહ બંન્ને છોકરાઓ આવી ગયાં. તમે લોકો આજે ખૂબ રમ્યા લાગો છો વસુધાએ નિર્દોષતાથી પૂછ્યું બાપુ તમને કેવી રીતે ખબર ? પુરષોત્તમભાઇ એ કહ્યુ અરે પાદરે મંદિરનાં પૂજારી શાસ્ત્રી કાકા બૂમ પાડતાં હતાં. બધાં છોકરાઓ તોફાન કર્યા કરે અને આ છોકરીઓ ડાહી છે રમતાં પહેલાં ફૂલો લાવી આપે. અને મહાદેવની આરતી પહેલાં હાજર થઇ જાય પછી બધાં તોફાનીઓ વંટ વગાડવા આવે. પ્રસાદ લઇને ઘરે જાય. વસુધાએ ક્હ્યુ હાં બાપુ અમને લોકોને મહાદેવજીને ચઢાવવા બીલીપત્ર અને ફૂલો લાવવા ખૂબ ગમે. અને પછી લાવેલા ફૂલ પૂજારીકાકા એવાં