વરસાદ અને બાળપણ

  • 4.6k
  • 1.5k

*વરસાદ અને બાળપણ* બાળકો માટે વરસાદ એટલે રમવા માટેનું એક મોકળું મેદાન જ બની જાય.ના તો કોઈ ટેન્શન ના તો કોઈ જવાબદારી.અને એમાં પણ જો ફળિયામાંથી પેલું ઝરણું નીકળે એટલે બાળકો તો ગાંડા જ બની જાય.નાના હતા ત્યારે એ છબછબિયાં, આહા કેમેય કરીને વિસરાતું જ નથી.અને પેલી કાગળની બનાવેલ હોડીને તે ઝરણામાં વહાવીને મળતો આનંદ જ કંઇક અનેરો હતો.અને એ પાણીથી ભરેલા ખાબોચિયામાં પેલા નાના નાના પથ્થરો નાખીને બનતા વમળને એક...બે...ત્રણ... એમ ગણીને જોવાની મજા જ કંઈક અલગ હતી.અને હા,ક્યારેક તો એ ભીની થયેલ માટી એટલે કે ગારામાં લપસી પડ્યા એટલે આવી જ બને.કેટલીય વાર ગોઠણ છોલાય જાય અને ઉપરથી ઘરે